Skip to main content

કહેવતો

✍️ રાંટી ઘોડીએ પલાણ માંડી. 

✔️ હલકી વસ્તુથી કામ લીધું.

✍️મણ ભાતને સવામણ કૂસકી :

✔️ વસ્તુ શુદ્ધ ન હોવી.

✍️ ભેંશ કૂદે તે ખીલાને જોરે :

✔️  પીઠબળ વિના ઉત્સાહ ન હોય.

✍️ ભલાનો ભાઈ ને ભૂંડાનો જમાઈ :

✔️  વ્યક્તિ જેવી હોય એ રીતે એની સાથે વર્તવું.

✍️ સો મણ તેલે અંધારું :

✔️ સાધન હોવા છતાં કામ સફળ ન થાય.

✍️ ભાડાની વહેલને ઉલાળી મેલ :

✔️  કામમાં બિનપરવાઈ હોવી.

✍️ જમવામાં જગલો ને કૂટવામાં ભગલો :

✔️ મહેનત બીજું કરે અને ફળ પણ બીજા કોઈ મેળવે.

✍️ એક જાળામાં સો સાપ દેખ્યા :

✔️ બડાઈ હાંકતી મોટી ગપ જેવી વાત કરી.

✍️ એઠું ખાય તે ચોપડ્યાને ભરોસે :

✔️ કાંઈ મળશે તેની લાલચમાં થતી પ્રવૃત્તિ.

✍️ ભરમ ભારી ને ખિસ્સાં ખાલી :

✔️  વગર પૈસે ડોળ કરવો.

✍️ શીરા માટે શ્રાવક ન થવાય :

✔️ નજીવા લાભ માટે ધર્મભ્રષ્ટ ન થવાય.

✍️ લીલાં વનનાં સૂડા ઘણાં :

✔️ લાભ દેખાય ત્યાં ઘણાં આવે.

✍️ સોનાની થાળી ને લોઢાની મેખ :

✔️ અનેક સદગુણો એક અવગુણથી ઝાંખા પડે.

✍️ સાંકડા કપાળમાં સોળ ભમરા :

✔️ ગરીબનું નસીબ ગરીબ.

✍️ સઈની સાંજ ને મોચીનું વહાણું :

✔️ ખોટા વાયદા કરવા.

✍️ શિંગડે ઝાલે તો ખાંડો ને પૂંછડે ઝાલે તો બાંડો :

✔️ દરેક રીતે વાંકું પાડ્યા કરે.

✍️ મરણમાં રાજિયા ને વિવાહમાં ધોળ :

✔️ જેવો પ્રસંગ હોય તેવું વર્તન કરાય.

✍️ છાણના દેવ ને કપાસિયાની આંખો :

✔️ જેવો માણસ તેવો વ્યવહાર તેની સાથે કરવો.

✍️ સૂંઠને ગાંગડે ગાંધી ન થવાય :

✔️ અધૂરી શક્તિ અને અપૂર્ણ સંપત્તિ હોવા છતાં પૂર્ણતાનો આડંબર કરીએ

 પણ લોકો એ ન માને.

✍️ સાજે લૂગડે થીગડું ન હોય :

✔️ કારણ વગર કોઈ કાર્ય ન થાય.

✍️ આંખનું આંજણ ગાલે ઘસ્યું :

✔️ અજ્ઞાનવશ અયોગ્ય પ્રવૃત્તિ થઈ.

✍️ સુથારનું મન બાવળિયે :

✔️ સ્વાર્થભરી નજર હોવી.

✍️ વાટકીનું શિરામણ :

✔️ ટૂંકું સાધન, ઓછી વ્યવસ્થા હોવી.

✍️ કૂકડીનું મોં ઢેફલે રાજી :

✔️ નાના માણસોને થોડાથી સંતોષ થાય.

✍️ ફરતે એકાદશી ને વચમાં ગોકુળ આઠમ :

✔️ ભૂખમરાની દશા આવવી.

✍️ પાણી વલોવ્યે માખણ ન નીકળે :

✔️ વ્યર્થ મહેનત કરવી.

✍️ પ્રથમ ગ્રાસે મક્ષિકા :

✔️ શરૂમાં વિઘ્ન નડવું.


Comments

Popular posts from this blog

ભારતનું વિભાજન

  પ્રશ્ન: ભારતનું વિભાજન કેટલી વખત થયું? જવાબ- બ્રિટિશ શાસન દ્વારા 61 વર્ષમાં સાત વખત. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી અલગ થયું, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર (બર્મા) અને ... 1947 માં પાકિસ્તાન. અખંડ ભારતનું ભારતનું વિભાજન અખંડ ભારત હિમાલયથી હિંદ મહાસાગર સુધી અને ઈરાનથી ઈન્ડોનેશિયા સુધી વિસ્તરેલું છે. 1857 માં ભારતનો વિસ્તાર 83 લાખ ચોરસ કિલોમીટર હતો, જે હાલમાં 33 લાખ ચોરસ કિલોમીટર છે. 1857 થી 1947 સુધી ભારત બાહ્ય શક્તિઓ દ્વારા ઘણી વખત વિભાજિત થયું. 1876 માં અફઘાનિસ્તાન ભારતથી, 1904 માં નેપાળ, 1906 માં ભૂટાન, 1907 માં તિબેટ, 1935 માં શ્રીલંકા, 1937 માં મ્યાનમાર અને 1947 માં પાકિસ્તાન અલગ થયા હતા. શ્રિલંકા બ્રિટિશરોએ 1935 માં શ્રીલંકાને ભારતથી અલગ કર્યું. શ્રીલંકાનું જૂનું નામ સિંહલદીપ હતું. સિંઘલદીપ નામ પાછળથી સિલોન રાખવામાં આવ્યું. સમ્રાટ અશોકના શાસન દરમિયાન શ્રીલંકાનું નામ તામ્રપર્ણી હતું. સમ્રાટ અશોકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકા ગયા હતા. શ્રીલંકા સંયુક્ત ભારતનો એક ભાગ છે. અફઘાનિસ્તાન અફઘા...

HNGU ભરતી 2022

DownloadPdf DownloadPdf Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 1 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 2 Whatsapp ગ્રુપમાં જોડાવા માટે 3

ગુજરાતની નદીઓ અને મહત્વના દિવસો

 ❄️ ગુજરાતની નદીઓ ❄️ 📌ગુજરાત માં કુલ નદીઓ - 185 📌કચ્છમાં કુલ નદીઓ - 97 📌સૌરાષ્ટ્રમાં કુલ નદીઓ - 71 📌તળ ગુજરાતમાં કુલ નદીઓ - 17 📌ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌ગુજરાતની સૌથી લાંબી નદી -  સાબરમતી 📌ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી - બનાસ 📌મધ્ય ગુજરાતની સૌથી મોટી નદી - મહી 📌દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નદી - નર્મદા 📌સૌરાષ્ટ્રની સૌથી મોટી નદી - ભાદર 📌કચ્છની સૌથી મોટી નદી - ખારી ❄️ મહત્વના દિવસો ❄️ 📌વિશ્વ વન દિવસ એટલે ? – 21 માર્ચ. 📌વિશ્વ જલ સ્ત્રોત દિવસ એટલે? - 22 માર્ચ. 📌વિશ્વ હેરિટેઝ દિવસ એટલે? - 18 એપ્રિલ. 📌વિશ્વ પૃથ્વી દિવસ એટલે? – 22 એપ્રિલ. 📌વિશ્વ ઉર્જા દિવસ એટલે? - 3 મે. 📌વિશ્વ પર્યાવરણ દિવસ એટલે? - 5 જૂન. 📌રણ અટકાવવા માટેનો દિવસ એટલે? - 17 જૂન. 📌વિશ્વ જન સંખ્યા દિવસ એટલે? – 11 જુલાઈ. 📌વિશ્વ ઓઝોન દિવસ એટલે ? - 16 સપ્ટેમ્બર. 📌વિશ્વ હેબિટેટ દિવસ એટલે? - 6 ઓક્ટોબર. 📌ઊર્જા સંરક્ષણ દિવસ એટલે ? - 14 ડિસેમ્બર. 📌વિશ્વ જૈવ વિવિધતા દિવસ એટલે ? - 22 મે. DownloadPdf