Skip to main content

રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ

 ❄️રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ❄️


ભારતના કેન્દ્રીય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય દ્વારા ભારતમાં દર વર્ષ11 મેના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ભારતમાં વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલી વિવિધ શોધોની યાદમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.


11 મેના રોજ આ દિવસ શા માટે ઉજવાય છે?

11 મે, 1998ના રોજ ભારતે રાજસ્થાનના પોખરણ ખાતેથી “ઓપરેશન શક્તિ” અંતર્ગત પરમાણું અથવા ન્યુકિલઅર બોમ્બનું સફળ પરીક્ષણ ક્યું હતું.

11 મે 1998ના રોજ ભારતના પ્રથમ સ્વદેશી એરક્રાફટ 'હંસા-૩'નું બેંગ્લર ખાતે સફળ પરીક્ષણ કર્યુ હતું.

11 મે 1998ના રોજ ભારતે ત્રિશુલ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતું.

આથી આ દિવસની યાદમાં ભારતમાં દર વર્ષે 11 મે ના રોજ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસની ઉજવણી કરવામાં આવે છે.


🙏મધર્સ ડે🙏


સમગ્ર વિશ્વના વિવિધ દેશોમાં ‘મધર્સ ડેની ઉજવણી જુદા-જુદા દિવસે થાય છે.

જોકે, ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશોમાં મે માસના બીજા રવિવારે મધર્સ ડે' ઉજવાય છે.

આ અંતર્ગત વર્ષ 2021માં ભારતમાં 9 મે ના રોજ એટલે કે આજના દિવસે “મધર્સ ડે"ની ઉજવણી કરવામાં આવી છે.

આધુનિક “મધર્સ ડે'ની સૌપ્રથમ વખત ઉજવણી ઈ.સ. 1908માં સુશ્રી એના જર્વિસ દ્વારા અમેરિકાના વેસ્ટ વર્જિનિયાના ગ્રાફટન ખાતે આવેલા એક ચર્ચમાં કરવામાં આવી હતી.

આ ઉપરાંત તેમણે “મધર્સ ડે ઈન્ટરનેશનલ'ની પણ સ્થાપના કરી હતી.

સમગ્ર વિશ્વમાં પ્રત્યેક પરિવારોમાં માતાનું સન્માન થાય અને તેમનું સ્વાભિમાન જળવાઈ રહે તે માટે “મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે.


🏆વિશ્વ રેડક્રોસ દિવસ🏆 


સમગ્ર વિશ્વમાં દર વર્ષે મે ના રોજ વિશ્વ રેડક્રોસ દિવસ (World Red Crpss Day)

તરીકે ઉજવણી કરવામાં આવે છે.

એક મહાન માનવપ્રેમી જેમણે કોઈપણ ભેદભાવ વિના પીડિત માંનવીની સેવા કરવાનો વિચાર

આપનાર અને રેડક્રોસ અભિયાનની સ્થાપના શ્રી જીન હેનરી યુનેન્ટનો જન્મ 8 મે 1828ના રોજ થયો હતો.

તેમનો જન્મદિવસ 8 મે સમગ્ર વિશ્વમાં વર્લ્ડ રેડક્રોસ ડે તરીકે ઉજવવામાં આવે છે.

 વર્તમાન સમયમાં વિશ્વમાં 186 દેશોમાં રેડક્રોસ સોસાયટી કાર્યરત છે.

વર્ષ 1901માં હેનરી ડ્યુટને માનવ સેવાના કાર્ય બદલ નોબેલ પુરસ્કાર મળ્યો હતો.

રેડક્રોસનો મુખ્ય ઉદ્દેશ માનવ જીવનના સ્વાથ્યને બચાવવાનો છે.

તેમનું મુખ્ય મથક સ્વિર્ઝલેન્ડના જીનેવા ખાતે આવેલું છે.

Comments

Popular posts from this blog

વન વિભાગ ગુજરાત ભરતી

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

ITBP સહાયક કમાન્ડન્ટ ભરતી 2022

DownloadPdf Newupdates Marugujarat Whatsapp Group

પ્રાદેશિક નગરપાલિકામાં આવી ભરતીની જાહેરાત

  અમદાવાદ સત્તાવાર જાહેરાત વડોદરા સત્તાવાર જાહેરાત રાજકોટ સત્તાવાર જાહેરાત lass="buttonInfo"> DownloadPdf